આ છે ધન મળવાના સંકેત, ધ્યાન રાખશો તો લાભમાં રહેશો
માનો તો સત્ય, ના માનો તો ખોટું. તંત્ર-મંત્રનો હિસાબ કંઇક એવો છે. જો તમે વિશ્વાસ કરો છો તો બધુ જ સત્ય છે અને વિશ્વાસ નથી કરતા તો બધુ મિથ્યા છે.
જોકે અમે જણાવી રહ્યાં છીએ એવી વાતોને જેના પ્રમાણે મુસાફરી પર જતી વખતે જો તમને આવા સંકેતો મળે તો સમજવું કે જલદી જ તમને ધન પ્રાપ્તિના યોગ રહેશે.
– અચાનક નોળિયો દેખાઇ જાય અથવા તમારો રસ્તો કાપે તો આ ધન લાભનો સંકેત હોય છે.
– ગુરુવારે ઘરથી બહાર જતા સમયે કુંવારી કન્યા પીળા વસ્ત્રોમાં જોવા મળે, તો આ શુભ સંકેત છે અને ધન લાભની તરફ ઇશારો કરે છે.
– શુક્રવારે ઘરથી નિકળતા સમયે કપિલા ગાય અથવા ભુરા રંગની ગાયના દર્શન થાય તો શુભ માનવામાં આવે છે. આમ થાય તો સમજવું કે ધન પ્રાપ્તિનો યોગ બનશે.
– જો તમે યાત્રાથી ઘરે પરત ફરી રહ્યાં હોય ત્યારે ગધેડો તમારી જમણી તરફથી અવાજ નિકાળે તો સમજવું કે આવનારા દિવસોમાં ધનની પ્રાપ્તિનો યોગ છે.
– તમે ક્યાક જઇ રહ્યાં હોવ અને કુતરો અચાનક ઘરતી પર પોતાનું માથુ ઘસે અને તે વારંવાર આ રીતે કરે તો તે સ્થળ પર ગુપ્ત ધન હોવાની શક્યતાઓ છે.