#ચહેરો
ચંદ્રને ઝાંખો પાડનાર સૌન્દર્યની સામ્રાજ્ઞી
સમો આ ચહેરો....
દુનિયા બદલે છે રંગ ત્યારે ચહેરાને પણ
બદલવો પડે છે રંગ....
થાય છે જ્યારે હૃદયને ઝણઝણાટી ત્યારે ચહેરો પણ બદલે છે રંગ....
ચહેરો પણ એક મૌન ભાષા નું પ્રતીક છે જે સમજાય તેને જ સમજાય....
આપી છે ચહેરાની સુરખી સૌને સૌમ્ય પણ
સમય જ્યારે....
આપે છે હૃદયતણું સ્પંદન ત્યારે બદલે છે ભાવ આ ચહેરો....