મુજનો તો મુજથી છે વેર તારી યાદમાં,
આ હ્રદય વર્તાય છે ખંડેર તારી યાદમાં.
પેહરો છે આંખનો ચોમેર તારી યાદમાં.
છે અમોને વળગે કાળો કેર તારી યાદમાં.
એ જ યાદો એ જ વાતો વેદનાં પણ એ જ છે,
કોણ જાણે કે, ચડે છે ફેર તારી યાદમાં.
ભૂલવાનું યાદ આવે, ને જરૂરી યાદ ના,
જાતની કરતો ના હું કો કેર તારી યાદમાં.
શું દિવસ ને રાત શું? સાથે ના હો, તો વાત શું?
હર તરફ છે દુનિયા અંધેર તારી યાદમાં.
એકલો છે અક્ષ, ને ક્યાં જાય એની શું ખબર?
જાન લેવા છે રગેરગ ઝેર તારી યાદમાં.