મંગલસુત્ર
નથી આ કોઇ માળા મોતીની,
આ તો દોર છે સંબંધોની.
કહેવાતું આભૂષણ આ નથી કોઇ અલંકાર,
બે હ્રદય ને એક કરતું કરે મન-મેળાપ.
દરેક મોતી પરોવ્યાં છે વિશ્વાસની દોરીએ,
એની કડી બિડાઇ છે હ્રદય ની સાંકળે.
અદ્ભુત પ્રેમની સાક્ષી પુરતું આ સ્નેહસુત્ર,
અદ્વિતીય લાગણીઓથી ગૂંથાયેલું મારું મંગલસુત્ર.
-- YashKrupa
Shital Goswami (Krupali)