# પાડા ને વાંકે પખાલીને ડામ...
# "જર" - જમીન અને જોરુ,,,ત્રણેય...."
માતૃભારતી....
એક એપ.... એક પરિવાર...
શું વાત કરું... આ પરિવારની...
શરુઆતથી જોડાયેલો છું આ પરિવાર સાથે...
બે-ત્રણ વર્ષના સમયગાળામાં એક બાળકની જેમ ઉછર્યો છે આ પરિવાર...
અને બાળકને બાલ્યાવસ્થા થી કુમારાવ્સથામાં પહોચવા સુધીની આ સફરમાં કેટકેટલાય ઉતાર-ચઢાવ આવ્યા... દરેક સુખ -દુખ,ખુશીઓ,ઉદાસીનતા,એપ અપડેશન,સુધારા-વધારા,ફેક આઇ ડી ની સમસ્યા, બહેનો -દિકરીઓ -સખીઓ-યોગમાયાઓ ને થતી કનડગત...
આવી તો અસંખ્ય સમસ્યાઓ આવી અને ધૂળ-ચાટતી ગઇ...
કારણ....
પરિવાર (વાંચકો/લેખકો/સંચાલકો) ની એકતા... દરેક પરિસ્થિતિઓમાં એક સાથે રહીને લડવાનો જુસ્સો...
એ જ જુસ્સો જો સામસામે આવી જાય તો?
પૈસો પરિવારમાં ફૂટ પડે તો?
મતભેદનું રુપાંતર મનભેદમાં થાય તો?
છ....છ.... કંઇ પણ વિચારવા લાગી જાઉં છું...
હું પણ ના... સાવ છું...
આતો સંચાલકો અને પરિવાર,હ્રદય અને શ્વાસ.
એ કેમના પૃથક થાય...
અને અન્યાય પરિવાર સાથે???છ...છ....
તો શું થયું કે,
અસામાજિક તત્વો સામે સંચાલકો પહેંલા પરિવાર લડી બેસે. એ વિશ્વાસ સાથે કે સંચાલકો એમની સાથે છે...
એ પરિવાર સાથે અન્યાય?? છ...છ...
તો શું થયું કે,
વણકહ્યે પરિવાર આ એપ ને "પ સ્ટાર" રેટિંગ આપી દે... એ ભાવના સાથે કે ભવિષ્યમાં આ પરિવારને કોઇ રેટિંગના માપદંડો સાથે ઓછો ના આંકી જાય... ઉત્તમ રિવ્યુની વાત તો વર્ષો પછી આવે,સંચાલકો તરફથી...
એ પરિવાર સાથે અન્યાય?? છ...છ...
તો શું થયું કે,
સંચાલકોના નિર્ણાયક માપદંડ ના સમીકરણ ખોટા, છતાંય એને આવકારે...
એ પરિવાર સાથે અન્યાય?? છ...છ...
આવું તો ના જ બને...
હા માન્યું કે કુમારાવ્સથામાં ચંચળતા હોય,બળ હોય,ઉંચે ગગનમાં ઉડવાની ઉડાન હોય.પણ આપણો કુમાર હવે યુવાનીમાં પ્રવેશી રહ્યો છે. અને યુવાનીનો તરવરાટ હોવો તો સ્વાભાવિક છે... અને એ જાણે છે કે ગમે એટલાં ઉડીયે,આવવાનું તો અંતે ઠેકાણે જ છે..
અને હાઁ,આ યુવાન ચર્યો તો નથી જ...
એ જાણે છે, પ્રતિયોગીતા અને એના નિર્ણાયક નિયમોને,મૌલિક વિજેતાઓને,ફેક આઇ ડી ને, અને પોતે આપેલા વચનની ગરિમા ને...
ગઇ કાલે સંચાલકો તરફથી એક પોસ્ટ આવી.
હાઁ,હતી એ અટપટી,ગળે ના ઉતરે એવી,મન ભાંગે એવી,હ્રદય દુભાવે એવી...
કારણ, અમુક લોકોના લાઇક્સ માટેના ખોટા પ્રયાસોને લઇને બધાને એમની શ્રેણીમાં ગણવા,એ અયોગ્ય હતું. એવું નથી કે સંચાલકો આ વાતથી અનભિજ્ઞ હતાં. જાણવા છતાં આવો પ્રત્યુત્તર!!! આ ખટક્યું જરાક!!!
હશે!!! યુવાનીમાં આવી શરતચૂક થાય...
પણ સમયને સાચવી શકે એ ખરો યુવાન...
જેનામાં પરિસ્થિતિઓને થાળે પાડવાનું સામર્થ્ય છે,એ ખરો યુવાન...ભૂલ સ્વીકારી એને સુધારે એ સમજુ યુવાન...
અને મને એ વાતની ખાતરી છે કે,યુવાનીના મદમાં સંચાલકો એવો કોઇ નિર્ણય નહીં લે કે જેનાથી પરિવાર વિખેરાઇ જાય...
આપેલ વચન પર કાયમ રહી,એની પૂર્તિ કરવી,એ જ હવે આ યુવાનનું ગંતવ્ય છે. અને યુવાન એનું ગંતવ્ય સમજે છે...
કારણ કે એ જાણે છે, અહિંયા કોઇ લાલચ કે વળતરના મોહને લઇને રચનાઓ નથી મૂકતું...
હશે એવા કોઇ,ગણ્યા ગાઠ્યા, પણ ના બરાબર જ....
તો ભવિષ્યમાં કોઇ આવી સ્પર્ધાનું આયોજન ના કરવામાં આવે કે જેના નિયમો અને માપદંડો પરિવાર વિચ્છેદની પરિસ્થિતિઓ સર્જે...
આજનો યુવાન આ ભૂલ અવશ્ય સુધારશે.
અને એવી પ્રતિયોગીતાનું આયોજન કરશે કે જેના વિજયી માપદંડો તટસ્થ હોય...
બાકી હવે, શિઘ્રાતિશિઘ્ર આવી સ્પર્ધાનો અંત લાવશે,અને આપેલ વચન પ્રમાણે જેમને વિજેતા ઘોષિત કર્યા છે એમને પુરસ્કાર આપશે,
સાથે-સાથે "ફેક આઇ ડી"વાળા વિજેતાઓને બહાર ફેંકી આ અધ્યાયનો અંત કરશે...
અને આ કહેવતોને અહિયાં સાર્થક થતી રોકશે,
# પાડા ને વાંકે પખાલીને ડામ...
# "જર,જમીન અને જોરુ,ત્રણેય કજીયાના છોરું"....
જય ભોળાનાથ....
હર હર મહાદેવ..... હર....