આજકાલ આખી દુનીયાના દેશોમાં લોકડાઉન ચાલી રહ્યુછે કોઇ લોકડાઉન ટુકા સમય માટેનું હોયછે તો કોઇ લોક ડાઉન લાંબા સમય માટે કરેલુ હોયછે...એ બધો આધાર કોરોના વાયરસના કેસો કયાં કેટલા છે તેના આધારે સ્થળ ને સમય નકકી કરેછે.
લોકડાઉન એટલે દરરોજ ચોવીસ કલાક માટે બધા લોકો પોતપોતાના ઘરની અંદર...કોઇએ બહાર નીકળવાનું નહી બધુ જ બજાર બંધ બસ ફકત રાશનની દુકાન મેડિકલ સ્ટોર , દુધની ડેરી ખુલે..
તે પણ અમુક સમય સુધી જ પછી તે પણ પાછુ બધુ બંધ.
આપણે અત્યાર સુધી આટલા બધા લોકડાઉનના દિવસો સુખે દુ:ખે કાઢ્યા ને કેવા કાઢયા તે પણ આપણે સારી રીતે જાણીએ છીએ..
પણ એક ચીજ આપણને ઘણી વેદના આપી ગઇ તે છે તમાકુ
સરકાર જાણે છે કે આજે આખો દેશ નેવું ટકા વ્યસનીછે
કોઇ સિગારેટ પીવે છે, તો કોઇ બીડી પીવે છે તો કોઇ વિમલ કે મિરાજ ખાય છે તો કોઇ 120 કે 135 વાળી તમાકુના માવા ખાય છે હવે આવી ટેવો વાળા માણસોને આવી ચીજો આવા લોકડાઉનના સમયમાં ના મળે તો તેઓ શું કરે!
કોઇ જન્મ જાતથી ટેવ ધરાવતા હોયછે તો કોઇ અમુક સમયથી ટેવ ધરાવતા હોયછે તો કોઇ આજકાલના ફ્રેશ શોખીનો પણ હોયછે.
આપણે સૈ જાણીએ છીએ કે તમાકું શરીર માટે હાનીકારક છે છતાંય આવા લોકો વરસોથી ખાતા હોયછે જેઓ આજ એંસી નેવું વર્ષના હરતા ફરતા માણસો પણ હોયછે. હવે જો આવા લોકોને તેમની જરુરી બીડી તમાકુ જેવી ચીજ ના મળે તો શું કરે! લોકડાઉન જયારથી નકકી કરવાનું હતું તે પહેલા સરકારે જો લોકોને વધુ નહી તો બે દિવસ એડવાન્સ આપ્યા હોત તો લોકો તેનો પુરવઠો બજારમાંથી લાવીને ઘેર મુકી રાખત..
આજે કોઇપણ માણસ આવી ચીજ છુપી રીતે દશ રુપીયા વધુ લઇને વેચતો હોય તો કાયદા પ્રમાણે લોકો તેને ગુનો સમજેછે!
પણ એમ નથી વિચારતા કે તે આજ સુધી કોઈપણ ધંધો કર્યા વગર પોતાને ઘેર આટલા દિવસો સુધી બેસી રહ્યો તો તેને રોજ શું ખાધુ હશે! એ કોઇ નથી વિચારતું!
ભલે સરકાર લોકડાઉનમાં વિમલ મસાલાની છુટ ના આપે પણ બીડી સિગારેટની તો છુટ આપવી જોઇએ જેથી ગામડાનો ખેડૂત આખા દિવસે પોતાના ખેતરે કામ કરીને થાક્યો પાક્યો જયારે પોતાના ઘેર સાંજે પાછો આવેછે ત્યારે તેને એક જ તલપ હોયછે તે છે એકાદ બીડી મોઢામાં મળે!!!