મનન કરો અને સમયની કિંમત કરો
જીવનમાં આગળ વધવું હોય તો
સમયનો આદર કરો
તમને એક વાત કહેવાની છે
દરેકને આ સમજવું પડશે
સમય સમય પર બદલતો જશે
પરંતુ,
તક તમારા હાથમાંથી નીકળી જશે
તમારાથી કયાંક ખામી ન રહી જાય
આથી સમય હોય ત્યારે જ સમજી જાવ
મનન કરો અને સમયની કિંમત કરો
સમયના ચક્ર ફયૉ કરે છે
ટીક ટીક કરી જગાઙે આપણને
જહાજ હોય કે વિમાન કોઈ પત્ર
સમય સુનિશ્ચિત હોય તો
મંજીલ પર આપને પહોચાડે
મનન કરો અને સમયની કિંમત કરો
સમય પર સૂવો સમય પર જાગો
સમય પર જમો સમય પર રમો
તો આજનુ કામ આવતીકાલે પર કેમ રાખવું?
મનન કરો અને સમયની કિંમત કરો
સમય પર બાળપણ સમય પર યુવાની
સમય પર જીવન સમય પર મુત્યુ
સમયના મહત્વ કેમ નથી ઓળખી કાઢતા?
મનન કરો અને સમયની કિંમત કરો
યોગ્ય સમયે કામ કરો,
જીવનમાં મોટું નામ કરો
સમયની જેને ઓળખાણ,
તે વ્યક્તિ બને મહાન
જીવન એનું રહે સુખમય,
સન્માન મેળવે સમાજમાં
મનન કરો અને સમયની કિંમત કરો
#કિંમત
ખુશી ત્રિવેદી