નવું પ્રતિજ્ઞાપત્ર
ભારત મારો દેશ છે.ભારતનો નાગરિક હોવાનો મને ગર્વ છે. હાલ એ કોરોના નામનાં ભયંકર વાઈરસની લપેટમાં છે. ભારતદેશ સંપૂર્ણ લોકડાઉન હોવાથી હું અત્યંત જરૂરી કામ વિના બહાર નીકળીશ નહીં, હંમેશા માસ્ક પહેરીશ, એકબીજા વ્યક્તિથી ત્રણ મીટર જેટલું અંતર જાળવીશ, સમયસર સાબુ અથવા સેનીટાઈઝરથી હાથ ધોઈશ, સરકારનાં નિયમોનું હંમેશા પાલન કરીશ. ડોકટરો- હોસ્પિટલ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ, પોલીસ સ્ટાફનાં વ્યક્તિઓનું આદર કરીશ, તેમજ તેમનાં કામમાં ખલેલ પહોંચે એવું કાર્ય કરીશ નહીં. સત્તાઓનો દુરુપયોગ કરીશ નહીં, ગરીબો તેમજ નિ:સહાય લોકોની મારાથી બનતી સહાય કરીશ. મારા, મારા પરિવારનાં તેમજ મારા દેશનાં લોકોનાં સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરીશ. જય હિન્દ.
- કુંજ જયાબેન પટેલ