આજકાલ કોરોનાથી વધતા કેસોને ધ્યાનમાં લેતા હવે સરકારે ત્રણ પ્રાઈવેટ હોસ્પિટલોને કોરોનાનો ઇલાજ કરવા માટેની મંજુરી આપી દીધીછે.
આથી હવે કોરોના દર્દીને કદાચ વધુ તકલીફ થશે કારણકે આવી પ્રાઇવેટ હોસ્પિટલમાં લગભગ આઠ થી દશ લાખનો ખર્ચો થઈ શકેછે.
આમાં આ લોકોનું 14 દિવસનું પેકેજ હોયછે આનાથી વધુ સારવાર લેવાની જરુર પડે તો તેનો ચાર્જ પણ વધી શકેછે.
સામાન્ય રીતે રોજનો 30 થી 35 હજારનો ખર્ચ દર્દીને આવી શકેછે.
માટે હવે તૈયાર રહેજો કારણકે હવે જો તમારી જગ્યા સરકારી હોસ્પિટલમાં ના થતી હોય તો પછી તમારે પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા વગર છુટકો નથી તે પણ તમારે કોઇપણ સારવાર લેતા પહેલા જ આઠથી દશ લાખ રુપીયા એડવાન્સ પેટે (ડિપોઝીટ) પણ ભરી દેવા પડશે પછી શરુ થશે તમારી કોરોના વાયરસની સારવાર...
આઇ સી યુંનો એક જ દિવસનો ખર્ચ રુમ સાથે દશ હજારની આસપાસ રહેતો હોયછે હવે તમે જ વિચારો કે ખર્ચની દ્રષ્ટીએ કઇ હોસ્પીટલ સારી, સરકારી કે પ્રાઇવેટ!
માટે બહાર જવાનુ ટાળો...કોરોનાથી બચો ને લોકડાઉનનું પાલન કરો નહી તો બેન્ક બેલેન્સ હાથ ઉપર તૈયાર રાખજો. હવે સરકારી હોસ્પિટલો દર્દીઓથી ભરાતા વાર નહી લાગે પછી શું! જવું જ પડશે પૈસા ખાલી કરવા ઝખ મારીને.