ભારતનું એક રાજય મધ્ય પ્રદેશ...
પોલીસ ઇન્સ્પેક્ટર નામે દેવેન્દ્ર ચંદ્રવંશી
ઘણા સમયથી ત્યા પોલીસમાં ફરજ બજાવતા હતા પણ આ કોરોના વાઇરસના લોકડાઉનને લીધે તેમને પ્રજાને સમજાવવા ગમે ત્યાં રોડ ઉપર ફરજ બજાવવી પડતી હતી કે ભાઇ ઘરમાં રહો ને તમારા પરિવારને સલામત રાખો...
બસ દરેક પોલીસની જેમ આ પોલીસ અધિકારીની ડ્યુટી પણ આવી જ રહેતી હતી તેથી વારંવાર લોકોના ટોળા માં તેમને આવવું પડતું હતું ના જાણે એક દિવસ તેમને ચાલુ ફરજે એકદમ સખ્ત તાવ ચઢ્યો ત્યાર બાદ શરદી ને ઉધરસ...
તેથી ત્યાંની અરવિન્દો હોસ્પીટલમાં જઇને તેમને ટેસ્ટ કરાવ્યો તો તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો તાબડતોડ તેમને તે હોસ્પીટલની આઇ સી યું માં ભરતી કરવામાં આવ્યા એક દિવસ બે દિવસ ને આમ છેલ્લે દશ દિવસ પણ થયા, પછી તે કોરોનાથી હારી ગયા ને તેમનું ગઇ કાલે મોળી રાત્રે કોરોનાથી અવસાન થયું. ખરેખર આ દુ:ખદ ઘટના કહેવાય.
આ સમાચાર જાણીને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શીવરાજ પાટીલે શ્રધ્ધાજલી આપતા જણાવ્યુ કે આ એક ખરેખર દુ:ખદ ઘટના છે સરકાર તેમના પરિવાર સાથે જ છે...
અને પછી રુપીયા પચ્ચાસ લાખ સહાયતા પેટે પરિવારને આપવાની પણ જાહેરાત કરી તદઉપરાન્ત તેમની પત્નીને પણ સરકારી નોકરી આપીને પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં પણ તાબડતોડ નિમણુંક કરી...
એક નોંધ...
તમે કદાચ નહીં જાણતા હો તો જણાવી દઉ કે કોરોના વાયરસથી દેશમાં કોઇપણ સરકારી અધિકારી જો તેમને ચાલુ ફરજ ઉપર કોરોના વાયરસથી મરણ થાય તો કેન્દ્ર સરકાર તેમના પરિવારને રુપીયા પચ્ચાસ લાખ સહાયતા રુપે આપવાની જાહેરાત પહેલેથી જ કરેલીછે.
તેમાં ખાસ ડોક્ટર, નર્સ, પોલીસ..
વગેરેનો સમાવેશ થાયછે.