અનોખીપ્રિત - ૧૧
( પાણી લાગતાં જ આખો રેઇનકોટ લાલમાંથી એકદમ પારદર્શક થઇ જાય છે.અને પ્રિતમનો આખો નગ્ન દેહ માનવમેદની વચ્ચે પ્રદર્શિત થઇ જાય છે. હવે આગળ.....)
આવતા જતા લોકો પ્રિતમને આમ બધાની વચ્ચે નિર્વસ્ત્ર જોઇને...
અરે કૌન હૈ યે બેશરમ...??
દેખો તો કૈસે ખડા હુવા હૈ...!!!
અરે નાલાયક ઘર પે જા...!!
દેખો દેખો કુછ લાજ શરમ હૈ કી નહીં...??
અરે બેશરમ ડૂબ મર કહીં પે...!!
ઔરતો કે બીચમેં કૈસા ખડા હૈ... બેશરમ!!!
પ્રિતમ ની હાલત હવે,"ધરતી માર્ગ આપે તો તત્ક્ષણ સમાઇ જાઉં." એવી થઇ જાય છે. વરસતા વરસાદમાં અગન જ્વાળાની જેમ અંદરથી બળી રહ્યો છે. ત્યાં વળી પાછો એક મેસેજ આવે છે.
મેસેજ : દુનિયાની સામે નગ્ન અવસ્થામાં ઊભા રહેવાની પીડાનો એહસાસ હવે તને થઇ ગયો હશે ને,પ્રિતમ???
પ્રિતમ અંદરખાને સમસમી રહે છે. હવે એ બસ જલ્દીથી ૩૦ મિનિટ પૂરા થવાની રાહ જુએ છે. એક એક ક્ષણ એક એક યુગ જેટલી લાંબી ભાસે છે હવે તો. એટલામાં તો ૪-૫ પોલીસવાળા આવી જાય છે. પ્રિતમને ઢોર માર મારી પોલીસ સ્ટેશન લઇ જાય છે. પુછ પરછ કરવામાં આવે છે...
ઇન્સ્પેક્ટર : ક્યા રે...? શરમ નામ કી ચીજ હૈ કી નહીં તેરે મૈં? પબ્લીક મેં જા કર નંગા ખડા હો ગયા? ક્યોં કીયા ઐસા??
પ્રિતમ : સર, દોસ્તો કે સાથ બેટ (શર્ત ) લગાઇ થી.
ઇન્સ્પેક્ટર : નાલાયક,રિટાયર્ડ મૈં મુઝે અબ સિર્ફ દો મહીને બાકી હૈ. મેરી પૂરી કરીયર મૈં ઐસા કેસ નહીં દેખા મૈંને..
પ્રિતમ : સોરી સર...
ઇન્સ્પેક્ટર : ક્યા સોરી? હાઁ? અબ યહી દેખના બાકી રહ ગયા થા ક્યા હમેં?
પ્રિતમ : ગલતી હો ગઇ... સર...
ઇન્સ્પેક્ટર : (ગુસ્સામાં ) તુઝે તો પબ્લિક ન્યૂસેન્સ મેં રિમાન્ડ પર અંદર ભેજ દેના ચાહીયે.
ફિર કોર્ટ કેસ ઝેલતા રહેગા...( ડેસ્ક બેલ વગાડીને હવાલદાર ને બોલાવે છે.) એય, ફોર્માલીટી પૂરી કરી કે છોડ દે ઇસકો.
(પ્રિતમ તરફ જોઇને,ચેતવણી આપતા ) દુસરી બાર ઐસા કુછ કીયા તો સીધા અંદર કર દુંગા,ચલ ભાગ યહાં સે.
પ્રિતમ : થેન્ક્યુ સર... અબ ઐસા નહીં હોગા...
પ્રિતમ છુટીને ચોકીની બહાર આવે છે. ફોન જુવે છે તો એમાં અનોખીના ૫૦+ મિસ્ડ કોલ થઇ ગયેલા હોય છે.એ તરત જ કોલ કરે છે.
અનોખી : હેલ્લો,પ્રિતમ..
પ્રિતમ : હેલ્લો...
અનોખી : શું હેલ્લો? ક્યારની કોલ કરું છું?
પ્રિતમ: (ચિંતામાં )ક્યાં છો તમે?
અનોખી: ઘરમાં જ છું.
પ્રિતમ : (હાશકારા સાથે) ઓહ! હું હમણાં આવું છું. નજીક જ છું.(કોલ કટ કરી નાખે છે.)
ડોરબેલ વાગે છે, અનોખી દરવાજા પાસે આવી....
અનોખી : કોણ છે?
પ્રિતમ : હું છું... દરવાજો ખોલો...
અનોખી: (અવાજ સાંભળી ખોલે છે ) ક્યાં હતા? હું ક્યારની રાહ જોતી હતી? ફોન કેમ નહોતા ઉપાડતા?
પ્રિતમ: (જવાબ ટાળતા ) થોડું ઓફિસનું કામ આવી ગયું હતું.
અનોખી : તમે તો સાગર પાસે જવાનું કહીને ગયા હતા ને? ફોનમાં કોની વાત કરતા હતા?કોણ હતું આ ઘરમાં? કેવી ડરાવી દીધી મને? અને હમણાં આવું છું કહીને બધું પેકિંગ કરાવડાવ્યું..
પ્રિતમ : કહ્યું ને કામ આવી ગયું હતું. ભુખ લાગી છે, ચાલો જમી લઇએ.
અનોખી: (યોગ્ય ઉત્તર ના મળતાં) પહેંલાં જવાબ આપો.છે શું આ બધું?ફોન કેમ નહોતા ઉપાડતા?
પ્રિતમ: (ગુસ્સામાં) અરે ચૂપ. આવ્યો ત્યારથી સવાલ પર સવાલ, કહ્યું ને કે કામ હતું. હવે શું તમને બધું કહેવું પડશે મારે કે,"હું ક્યાં જાઉં છું,શું કરું છું,શા માટે કરું છું?"
અનોખી : (ડઘાઇ જાય છે )
પ્રિતમ : આવ્યો ત્યારથી જોઉં છું,ખુબ ફાયદો ઉપાડી રહ્યા છો મારો,તમને રહેવા દીધા તો માથે ચઢી જશો કે? હવે વારે ઘડીએ નહીં કહું. ચલો ખાવાનું પીરસો હું ફ્રેશ થવા જાઉં છું.
અનોખી આ બધું જોઇ સ્તબ્ધ રહી જાય છે. એ સીધી બહાર નીકળી જાય છે,નીચે ઉતરીને ઓટો પકડી હોસ્ટેલ જતી રહે છે. અહિંયા પ્રિતમને મનમાં એમ થાય છે કે,આ વધારે થઇ ગયું,એટલે અનોખીને મનાવવા માટે પાછો બહાર આવે છે. પરંતુ બહાર કોઇ હોતું નથી.અનોખીને ઘરમાં ના જોતાં પ્રિતમ ફોન કરે છે. પણ અનોખી ફોન ઉપાડતી નથી.અને ફોન સ્વિટ્ચ ઓફ કરી દે છે. મોબાઇલ બંધ આવતાં પ્રિતમ સીધો એની પાછડ નીકળી જાય છે.
બીજી તરફ અનોખી હોસ્ટેલના ગેટ પર ઉતરે છે. રાતના સુમસામ રસ્તા પર કોઇ દેખાતું નથી. અનોખી ગેટની અંદર પ્રવેશે છે. બે-ચાર ડગલા આગળ ચાલતાં જ એને એવો આભાસ થાય છે કે કોઇ એનો પીછો કરી રહ્યું છે. અનોખી ચાલવાની ઝડપ વધારે છે. પાછડથી આવતો પગરવ પણ ઝડપી બને છે. અનોખી ખૂબ ડરી જાય છે. અને આમ પોતાના આવતા રહેવાથી ખૂબ પસ્તાય છે,પાછી વળી શકે એમ નથી. હવે તો બસ ગમે એમ કરી જલ્દીથી રુમ પર પહોંચવું રહ્યું.મન મક્કમ કરીને બે હાથની મુઠ્ઠી વાળી સીધી લિફ્ટ તરફ દોટ મૂકે છે. લિફ્ટ પાસે પહોંચતાં જ બે -ચાર વખત લીફ્ટનું બટન દબાવે છે,અને બળબળે છે,"જલ્દી આવ... જલ્દી આવ... જલ્દી આવ..." જાણે કે એના બોલાવવાથી લિફ્ટ જલ્દી આવી જવાની હોય.
બે ક્ષણ તો માંડ નીકળે છે,લિફ્ટનો દરવાજો ઓટોમેટીક છે. નાની બીપ સાથે લિફ્ટ ખૂલે છે.
અનોખી દોડીને અંદર ઘૂસી જલ્દીથી બટન દબાવે છે. લિફ્ટ અનોખીના ફ્લોર પર પહોંચે છે. અનોખી જેવી લિફ્ટની બહાર નીકળી અને હજુ રુમની ચાવી કાઢીને દરવાજો ખોલે જ છે કે ત્યાં એની પર પાછડથી પ્રહાર થાય છે. અને અનોખી ત્યાંજ લોબીમાં ફસડાઇ પડે છે.અને ક્લોરોફોમ દ્વારા કોઇ સાઇકો જેવો વન સાઇડ લવર એને બેસુધ કરી નાખે છે ,જે છેલ્લા બે વર્ષોથી અનોખી પર નજર બગાડીને બેઠો હતો,અનોખીની પળ પળની ખબર રાખતો હતો,એ આજે કામયાબ થાય છે . એ બેહોશ અનોખીને પગે થી ખેંચીને રુમમાં લઇ જાય છે,અને દરવાજો અંદરથી બંધ કરી દે છે.
અને વિડિયો રેકોર્ડર ચાલુ કરે છે...
(.... ક્રમશઃ.....)