લઈ જા તું મને પૃથ્વી થી દુર ક્યાંક
જ્યાં નથી કોઈ શોર
જ્યાં નથી કોઈ ચોર
લઈ જા તું મને પૃથ્વી થી દુર ક્યાંક
જ્યાં નથી કોઈ લંકા
જ્યાં નથી કોઈ શંકા
લઈ જા તું મને પૃથ્વી થી દુર ક્યાંક
જ્યાં છે કલશોર
જ્યાં છે મનમોર
ચાલ સપનાના હોડકામાં કરીએ સહેલ..
એક ઉછળતી આવી હેલી મારા દિલડામાં
આવને એમાં નાહીએ હું તું...
ચિતવનની કલ્પનાના તરંગને કરે સાકાર..
તું લઈ જા ત્યાં મને...