હા હું ખુશ છું
તારી અનુપમ યાદોથી....
હા હું ખુશ છું
તારી હળવીફુલ મસ્તીથી....
હા હું ખુશ છું
તારી સાથે ગાળેલી પળોથી....
હા હું ખુશ છું
તારી અવનવી વાતોથી.....
હા હું ખુશ છું
તારા નિર્દોષ હાસ્યથી....
હા હું ખુશ છું કારણ કે....
તારા વ્હાલભર્યા બાળપણનો ખજાનો યાદોરૂપે મારી સાથે છે....