આજે મે મારા નવા ઘર માં રસોઈ બનાવી
સાસરા માં બધા ને પ્રેમ થી ખવડાવી
માં ઘરે ગરમ ગરમ જમવાનું બનાવતી મારા માટે
આજે મે રસોઈ બનાવી મારા સાસુમા માટે
પહેલા તો ક્યારે રસોડા માં પગ નતી મૂકતી હું
આજે બધા માટે જમવાનું બનાવતી હું
મમ્મી ને ફોન કરી જણાવ્યું મે
આજે નવા ઘર માં મારી પહેલી રસોઈ કરી મે
આવું સાંભળી મમ્મી ખુશ થઈ ગઈ
અને બોલી મારી દીકરી કેટલી ડાહી થઈ ગઈ
આવું સાંભળી હું પણ રડી ગઈ
હું એટલું જ બોલી તારી દીકરી હવે કોઈ ના ઘર ની વહુ થઈ ગઈ
પપ્પા બોલ્યા બેટા સારી રસોઈ બનાવી બધા ના દિલ જીતજે
રસોઈ માં તારો પ્રેમ અને થોડું સ્મિત પણ ઉમેરજે
-princithakkar