નહી મૂકું લીધેલી વાત હવે,
હોય કે ના હોય તારો સાથ હવે.
વીતી જવા આવી છે રાત હવે,
ક્યાં સુધી ઈચ્છાઓ ને આપું માત હવે?
હોત કંઠ મધુરો, તો કંઇક ગાત હવે,
આમ જ નથી વિતાવવી જાત હવે.
એટલે જ પ્રશ્ર્નોથી કરી શરૂઆત હવે,
યાદ ક્યાં છે પ્રથમ મુલાકાત હવે!
જવાબોની રાહમાં છું હું તાત હવે,
સ્વીકારે કે ના સ્વીકારે આ નાત હવે!
- ડોલી