બંધ પાંપણ માં તરફડીયા મારતી,
વ્યાકુળ મીનને.. ..... અરીસો બતાવ્યો તો..
શાંત થઈ ને અરીસો ચાટવા લાગી...
હાથની આંગળી અને અડીને આવેલ પાડોશી અંગૂઠા પર
પડેલી.. એકડો ઘૂંટયા થી લઈ જીવનની વ્યવહારિક અને બિન વ્યવહારિક આંટીઘૂંટી ઓ લખતી રહેલી કલમ ની છાપ....
વનવાસ ભોગવતા ભોગવતા હવે,
નિર્જન જગા પર ઉગી નીકળેલા ઘાસની બાજુ પર થી ચાલી જતી કેડી બની ......
કોઈ.... ઝાંઝરી રણકાવી ચાલી આવે તે પગરવ ની...કવિતા ને લયનો આકાર આપવા સળ વળી રહી છે....
દીવાનખંડ ના ખૂણે,
જૂતા ઘરની , અડધી-પડધી ખુલ્લી રહી ગયેલી ઝાંપલીની આડસ લઈ....
સૂંઘ્યા કરે છે... જાણીતા પગલાંની આવન જાવન.....
વોર્ડરૉબમાં....
સતત ઉંઘી ઉંઘી ને કંટાળી ગયેલા
પેંટ, શર્ટ, જર્સી... ને...ઘણા બધા....ટોળા
આળસ મરડી મરડી ને...લીસી ચામડી વાળા યંગસ્ટર્સ ની ગરિમા ગુમાવી કરચલી વાળા વૃધ્ધ બનતા જાય છે.
ઘરના એક ખૂણાને યાન સમજી,
પૃથ્વી પર પરત ફરશે તે શ્રદ્ધા સાથે,
અવકાશયાત્રી ની જેમ તૈયાર બેઠેલો હું.....
રાહ જોઉં છું... ઘેરાયેલા વાદળો ના આ
પ્રચંડ તોફાન ઓસરી જવાની પળને......
તમારી જેમજ.......................
__________________________________
દિનેશ પરમાર ' નજર ' (૧૭-૦૪-૨૦૨૦)