#વિશ્વ
વિશ્વ ધરીએ માનવીની પોરવણી,
નયને સ્વપ્નોની રંગીન ઘડવણી,
ચોવીસ કલાકની ટીક ટીક સરવણી,
ડગલે પગલે જિંદગીની સુનાવણી,
ઘર આંગણે ખુશીની અનહદ ઉગવણી,
માંટલે જલ સમા પાપ પુણ્યની ભરવણી,
જીવનમાં સુખ દુઃખની કુદરતી સતાવણી,
સંબધોમાં એકબીજાની નટખટ મનવણી,
ખારા દરિયે મીઠાં ઝરણાંની મિલાવણી,
બંગલા માછલાં કિનારે કરે ટીકાવણી.