સ્નેહ ના દોરડે
બહું તોફાન કરે છે તોફાની કાનુડો
થાકી માતા યશોદા અને કરે છે શિક્ષા
એણે બાંધવા ઘર ના ખંડણીયે પણ
ખંડણીયે બાંધ્યો એ બંધાય નહીં
કેમકે પડે છે બધા દોરડા ટુંકા
કોણ સમજાવે માતા યશોદા ને
કે નથી કોઈ દોરડા ટુંકા
એતો લીલાધર કાનુડાની છે આ લીલા
થાકી યશોદા બની હવે લાચાર
સુઝે નહીં કઈ, કરવું હવે શું કરે એ વિચાર
કરે છે કાનુડો માતા યશોદા ને અપાર સ્નેહ
અને બંધાય છે કાનુડો માતાના સ્નેહ ના દોરડે.
- સોનલ પટેલ