જ્યારે તમારી આંખનું કાજળ બધું રેલાય જાતું હશે!
ત્યારે અમારી યાદમાં ઓશીકું પણ ભીંજાય જાતું હશે!
ચાદર ઉપર ખાસ્સી કરચલીઓ પડેલી જોઈ લાગ્યું હતું!
પડખા બદલવાનું તમારું કાવત્રું ઝડપાય જાતું હશે!
મેસેજ મારો જ્યાં સુધી આવે નહી તો ચેન પડતું નથી
ઘરકામ ત્યારે એક બાજું આપથી મૂકાય જાંતું હશે?
મારા વિચારોમા તમે અસ્તિત્વ ભૂલી ચાલતાં હોઉ ને
ત્યારે અચાનક રાહદારી સાથમાં અથડાય જાતું હશે?
મારી ગઝલ વાંચીને ચહેરા પર તમારા સ્મિત રમતું મળે
એ આપના માટે જ છે,હૈયાને એ સમજાય જાતું હશે?
બસ એક ગમતા માનવીનું નામ આવી જાય ત્યારે જુઓ
મારી કલમમાં પ્રેરણા રૂપે ઝરણ છલકાય જાતું હશે?
ઓઢી શકો છો ખ્યાલ હુંફાળૉ ગણી ગમતી પળૉમાં મને
એવા વિચારો આવતાં મન આપનું હરખાય જાંતું હશે?
બોલો મહોતરમાં તમોને હેડકી દરરોજ આવે છે શું?
સમજો તમારૂં નામ લઈ મારું ગળું સૂકાય જાતું હશે
– નરેશ કે.ડૉડીયા