એક વાત કહું?
જો થાય અંધકાર તો એક વાત કહું?
તુજ સમીપ આવી તારા ચહેરાનો ઉજાસ જોઈ શકું..
જો થાય સન્નાટો તો એક વાત કહું?
તુજ કરીબ આવીને તારા ધબકાર સાંભળી શકું..
જો થાય મહેફિલ દફા તો એક વાત કહું?
તુજને આવીને દોડતો ગાઢ આલિંગનમાં લઇ શકું..
જો થાય એકાંત તો એક વાત કહું?
તુજ સમક્ષ બેસીને તારા મૌનને પ્રેમથી વાંચ્યા કરું..
જો થાય તને દર્દ તો એક વાત કહું?
તુજ ને મળીને તારા દર્દનો હિસાબ લખી શકું...
જો થાય એકાદ ઝાપટું વરસાદ એક વાત કહું?
તુજ લાગણીઓને લઇ હથેળીમાં તને ભીંજવી શકું..
જો થાય તારું સ્મરણ તો ભાવુ એક વાત કહું?
તુજ સ્મૃતિમાં અંકિત છબી ને સ્પર્શીને માણી શકું..
ભાવના જાદવ(ભાવુ)