#આશ્ચર્ય
આશ્ચર્ય મને ખુબ થાય છે.
જયારે શ્રીમંતોના કબર પર ઘી ના દીવા થાય છે.
ગરીબોને મોંઘી ભેટો દાનમાં અપાય છે.
બસ મઘ્યમ વર્ગ સોપારી બની સૂડી વચ્ચે કપાય છે.
વિસ્મય મન માં થાય છે.
જયારે અર્જુન ને એકલવ્ય થી ઈર્ષા થાય છે.
રામના પાઠ ભણાવી શકુની ને અમલમાં મુકાય છે.
વાહ રે , વાહ તારા કળયુગ માં સત્ય વેચાય છે.
- Mahek Parwani