આશ્ચર્ય વચ્ચે આજે મારી દીકરી મોટી થઇ ગઇ....
પાંચિકા રમતી'તી, દોરડાઓ કૂદતી'તી, ઝૂલતી 'તી
આંબાની ડાળે
ગામને પાદરિયે જાન એક આવી તેનું બચપણ
ખોવાયું તેજ દાડે...
કંકોત્રી જોઇ ભૂલી તે બાળપણ....
જવાબદારીનો રેવન્યુ સ્ટેમ્પ લઇને...
આવી માંડવે ઉભેલી એક જાન...
પાનેતર પહેરીને પંખી ઉદાસ છતાં....
મલકાતા મામા ને કાકી...
બાપુના હુક્કામાં તમ્બાકુ ભરવાનું માને કહેવાનું
હતું બાકી...
પાણીડા ભરતી'તી જઇ પાદરે ને....
બાપુના ચશ્માં પલાળે....
તેનું બચપણ ખોવાયું તેજ દાડે....
આશ્ચર્ય વચ્ચે આજે મારી દીકરી મોટી થઇ ગઇ..
#આશ્ચર્ય