કલમકાર ચેલેન્જ
વિષય :રિવાજોની પીડિતા
લઘુ વાર્તા; શીર્ષક: પ્રથા
તારીખ :૪/૩/૨૦ બુધવાર
માં મને કેમ આજ તૈયાર કરી રહી છે? આ સવાલ સાંભળીને દેવી ની તંદ્રા તૂટી . અચાનક એની નજર સમક્ષ એનું વીતેલું ભૂતકાળ તાદ્રશ્ય થવા લાગ્યો હતો. એક એક દ્રશ્ય સડસડાટ નજર સમક્ષ રજૂ થવા લાગ્યા હતા. આજની દેવી ભૂતકાળમાં પ્રથા તરીકે ઓળખવામાં આવતી હતી.
અલી એ પ્રથા હવે આ રમવું મૂકી દે .સુ કામ મને રમવું ખૂબ ગમે છે અમ્મા કહો ને મને રમવા દે .ના પ્રથા હવે તું પણ ત્યાં મંદિરે રહીશ .પણ કેમ? અમ્મા!કહ્યું તેમ કર સમજી ચાલ તૈયાર કરી દઉં. આજ પ્રથા ને એક નાનકડી ઢીંગલી જેમ સજાવવામાં આવી છે અને તેના સાથે તેની અમ્મા છે જે એને નગરના મોટા મંદિર ના દરવાજા પાસે લઈ આવી છે. મંદિર ની બહાર ઘણા ઉચ્ચ અધિકારીઓ પંડિત ઉભા છે અને પંડિત ના કહેવાથી એક વૃદ્ધા સ્ત્રી પ્રથા નો હાથ ઝાલી મંદિર પરિસરમાં લઈ જાય છે.
પ્રથા:અમ્મા તમે કોણ? અને. તમે પણ અહીં રહો છો? પ્રથા ની નજરમાં નજર મિલાવી નિસાસો નાખી હકારમાં જવાબ આપ્યો હતો. અને નજર સમક્ષ થવાના અન્યાય ને રોકી શકાય એમ ન હતા. પ્રથા ને કહેવામાં આવ્યુ આજથી તારે અહીં ભગવાન ની સામે નૃત્ય કરવાનું અને અહીં .....સુ અમ્મા અહીં? સમજાય જશે .ચાલ.સાંજ પડી પ્રથા ને ફરી એકવાર શણગારવામાં આવી મંદિર પરિસરમાં ઉભી રાખી કહેવામાં આવ્યુ આજ થી તું ભગવાન ની દાસી છે અને ભગવાન સ્વરૂપે આ પંડિત અધિકારીઓ જે આદેશ આપે તે અનુસરવાનો. એ નાનકડી પ્રથા હકારમાં માથું ધુણાવી ને ઉભી રહી ગઈ હતી.
થોડા દિવસ પછી આજ ફરી પ્રથા ને સજાવવામાં આવી છે અને તેને આદેશ આપવામાં આવ્યો છે કે આજ ભગવાન એના પતિ અધિકાર માગવા આવવાના . હવે આ અધિકાર કોઈ એક જ વ્યક્તિ સિમિત ન હતો ક્યારેક કોઈ અધિકારી ક્યારેક કોઈ પંડિત .એની સામે એની કાયા સોંપતી હતી .સવાર પડતા સાથે તે અછૂત ગણાતી જે અધિકારી પડિત તેને રાત્રે ભોગવતા એના માટે તે સવાર પડતા અછૂત ગણવામાં આવતી . સમય જતા એને સમજાવવા લાગ્યું હતું કે તે પણ રિવાજોની બલી ચડી ગઈ છે. અને આ સ્ત્રીઓને દેવદાસી કહેવામાં આવતી હતી અને આ દેવદાસી ની કુખે અવતરિત બાળક ને પણ સમાજમાં ક્યાંય નામ કે સ્થાન નથી આપવામાં આવતું .અને દીકરી અવતરે તો એને દેવદાસી બનાવવામાં આવે છે.
પ્રથા પણ હવે એ સમયના ચક્રથી પસાર થઈ રહી હતી તેની સામે એવી ઘણી બાળકીઓને રિવાજોની બલી ચડાવવામાં આવતી હતી .આજ એ નક્કી કરી ચુકી હતી કે હું આ રિવાજોની બલી ચડી ગઈ છું પરંતુ હવે અહીં આવતી કોઈપણ એક ને તો દેવદાસી બનતા રોકીશ .અને સમય જતા એની કુખે એક દીકરી અવતરી .અને એને મનોમન નકકી કર્યું કે તે આ નર્ક છોડીને જતી રહેશે .
આજ એ નર્ક છોડીને દસ વર્ષ નો સમય થઈ ગયો છે પરંતુ એ સમય ની કડવી યાદ હજુ ભૂંસાઈ નથી.
સમાપ્ત
હર્ષા દલવાડી તનુ જામનગર
insta; harsha dalwadi
7046972592.