ઊર્મિ
મળી છે એકવાર તો માણી લે,
જીવનને નજીકથી જાણી લે !
નથી કાયમી વસવાટ અહીંનો,
કે હર પડાવે તંબુ તાણી લે !
મળ્યે સારુ, નાં મળ્યે વધુ સારુ,
સારપની તું સર્વત્ર લ્હાણી લે !
મળે જો પડકાર તો જાણી લે,
એમાંય છે શિખામણ, શાણી લે !
સમજે તો છે આ શબ્દોનો સેતુ,
ઊર્મિ ને અમૃતની તું વાણી લે !
@ મેહૂલ ઓઝા