સુરતના કોઇ એક વિસ્તારમાં રહેતા એક પરિવારના મોભીએ કંટાળીને ઝેર પીને પોતાની જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો..
પોલીસને જાણ થતાં જ ત્યા દોડી આવી હતી ને કારણ પુછતાં તે મોભીએ જણાવ્યું કે હું કડીયા કામ કરુછુ આ લોકડાઉન થયા પછી મારી પાસે હાલ કોઇ કામ નથી
મારા ઘરમાં મારી પત્ની સાથે બે નાની બેબીછે
ને હાલ મારી પત્ની પણ ત્રીજીવાર સગર્ભા છે તો હું મારા પરિવારને કઇ કમાણીથી ખવડાવું! હાથ ઉપર પૈસો નથી, ઘેર છોકરાં ભૂખે મરેછે, પત્નીને છેલ્લો સમય જાયછે તો આ પણ ખર્ચો કેવી રીતે કાઢીશ!
હાલ તો પોલીસે આત્મહત્યા કરવાના ગુના હેઠળ ફરિયાદ લખી છે આગળની શી કાર્યવાહી થાયછે તે તો સમય જ નકકી કરશે
હાલ તો પરિવાર સલામતછે
આતો આવો એક કિસ્સો છે પણ આવા તો ભારતમાં ઘણા જ કિસ્સાઓ આજકાલ બનતા હશે જે જાહેર થતા નથી.
આપણે સમજું માણસો આ બાબત સારી રીતે સમજી શકીએ છીએ..
શું કરી શકીએ આપણે પણ લાચાર જ છીએ!