નાનુ બાળક જયારે વારંવાર ઘરની બહાર રખડ્યા કરે તો તેની મા ખિજાય અને કહે કે એઇય ઘરમાં બેસ નહી તો વાઘ આવશે ને તને ખાઇ જશે...
આ સાંભળીને તરત નાનુ બાળક ઘરમાં દોડી આવેછે પણ પછી કેટલો સમય બેસે! માંડ દશ મીનીટ, ફરી પાછુ દોટ મુકીને બહાર...
આવો જ એક વાઘ પણ યમરાજના વેશમાં હરિદ્વારના રોડ ઉપર ફરી રહ્યો છે દરેક આવતા જતા ને માઇકમાં બોલીને સમજાવે છે કે તમે મહેરબાની કરીને ઘરમાં બેસો, આમ બહાર ના નિકળો...
નહી તો જો કોરોના થશે તો હું તો નકલી યમરાજ છું પણ સાચુકણો આવશે તો તેની પક્કડમાંથી તમે નહી બચી શકો!
આમ લોકોને કોરોના અંગે સમજાવવાની આવી એક નવી રીત આ ભાઇને મનમાં સુજી આવી છે ને પોલીસ પણ સાથે સાથે આ ભાઇને સાથ પણ આપેછે જોઇએ હવે ત્યાં આમ કરવાથી કેટલો ફરક પડેછે!