ખાલીપો
આખું શરીર નવચેતનાથી ભરેલ છે
આ ખોળિયું હવે પ્રાણને તરસે છે
આખું પટાંગણ રોશનીથી પ્રકાશિત છે
આ મંદિર હવે અંધકારને ઝંખે છે
આખા આંગણામાં ઘોંઘાટ જ સંભળાય છે
આ ઘર હવે સૂનકારને તડપે છે
આખું જીવન ઉતાર ચડાવથી ભરેલ છે
આ મન હવે સ્થિરતા માંગે છે
આખો સંસાર ભીડથી ઉભરાય છે
હવે તો આ માનવ ખાલીપો ચાહે છે
- કિંજલ પટેલ (કિરા)