એક અગોચર વિશ્વq🥀એક. અગોચર શક્તિ.
આજે સવારે પરોઢિયે આવેલું સ્વપ્ન. જે મને યાદ રહી ગયું.આમ તો આવેલા સપના ભૂલી જવાય કે આંખ ખૂલે ત્યારે યાદ નાં રહે.
સ્વપ્ન એ હતું કે......મેં ત્રણ ગાય અને એક ડોગી (નાનું બચ્ચું) ખરીદ્યું.જેમા બે ગાય મિડિયમ ઉંમર ની અને એક વાછરડું નાનકુ.
હું રીક્ષામાં બેસીને એનાં રુપિયા આપું છું અને બે ગાયને ઘરે મોકલી દેશે અને બંને બચ્ચાઓ ને લઈ હું ઘરે જવા નિકળી.
રસ્તામાં બંને તોફાને ચડ્યા તો હું મારી બહેનપણી નાં ઘરે ઉતરી ને ત્યાંથી બાંધવાની રસ્સી લઈ બન્ને ને બાંધી પાછાં બંને ને રીક્ષામાં બેસાડીને ઘરે આવવા નિકળી અને આંખ ખુલી ગઈ.
ગાયનો વિચાર પણ કર્યો નહતો.અને સપના માં આવી. કદાચ કહેવાય છે કે તમે સબકોનસિયસ માઈન્ડ માં વિચાર કર્યો હોય તો એ સપના માં આવે.
🥀 મારાં સાચાં પડેલાં સપનાં બે ત્રણ છે. અને જે મેં લખેલાં હતાં.
અમે ચારધામ જવાનાં હતાં તે પહેલા જ સપના માં આવીને મને જણાવ્યું હતું.. મને સપનામાં ઉંચા ઉંચા પર્વતો દેખાય છે અને ત્યાં મારી જોડે એક નાની છોકરી છે.આ સપનું મે લખી રાખ્યું હતું મારાં ફોન ની નોટમાં.
જ્યારે નક્કી થયું અમે કેદારનાથ નાં દર્શન કર્યા ત્યારે અમે ફેમિલી ના 17 મેમ્બર અને બીજા 10જણાનુ ગૃપ અમારી સાથે બસમાં. એમાં નાની છોકરી નામ એનું "ખનક" .અમારે સાથે પંદર દિવસ રહેવાનું થયું ને એક ફેમિલી મેમ્બર બની ગયાં હાલમાં પણ. ત્યારે તો સપનું ભૂલાઈ ગયું હતું પણ જ્યારે હરિદ્વાર પહોંચ્યા અને વાતો વાતોમાં મને યાદ આવ્યું અને મેં મારું સપનું તારીખ વાર સાથે લખેલું વંચાવયુ.અને ખનક એક જ નાની છોકરી હતી.એવી કઈ શક્તિ હશે જે આંખોમાં આવીને શું બનવાનું છે એની અગાઉ થી જાણ કરી જાય છે.
રુપ ✍️ 7/4/20