તું આવે ને સઘળું બદલાય, એ તે કેવું?
થોડું મને પણ શીખવાડ, અળગા કેમ રહેવુ.
ખૂટ્યા કરે છે નિરંતર કંઈક, ક્યાં સુધી એ સહેવુ?
ભીડમાં પણ લાગે ભય, જોયું છે તે ક્યાંય તેવું?
હૈયાની વાત આંખથી વર્ણવાય, થાય કેમ એવું?
દરિયા-શી મોજમાં નદી છલકાય, કંઈક એના જેવું.
હું અધૂરો ને વાર્તા મારી પૂરી, એવું કેમ થવા દેવું?
એટલે જ તને ભીતર રાખીને મારે બધું છે લૂંટી લેવું.
તું જ છે વિશ્વ મારૂં, અઘરું છે એ તને કહેવું,
ચાલને કહી દઉં આ ક્ષણે, આમ મારે ક્યાં સુધી રહેવું?