રુમઝુમ પગલાં પાડતી દિકરી આવી,
સાથે પ્રેમ નું ઝરણું લાવી,
બનીને એ તુલસી ક્યારો મારા ઘરનો,
વિદાય લઈ સાસરે ગઈ,
શોભા વધારવા સાસરાના ઘરની.
કુમકુમ પગલાં પાડતી વહુ આવી,
મારા ઘરમાં રોનક આવી,
સાથે સ્નેહ નું ઝરણું લાવી,
લક્ષ્મી છે એ મારા ઘરની,
મુકી એણે પિયર ની વાટ,
શોભા વધારવા મારા ઘરની.
#પગલું