#પગલું
પ્રેમનું
લાખ ડગલાં ઈમાનદારી ના માંડ્યા
અવિરત વરસાદ ખુશીઓનો થયો.
એક પગલું જ્યાં તુજ સમીપ ભર્યું
ને હૈયું હિમાલય જાણે પીગળી ગયું
એક નિજ આત્માનો પ્રેમ મુજને થયો
ને કરવટ એવી કે એજ દાવ પલટી ગયો
એને મળી ગયું કોઈ સ્વપન સુંદરી સમાન
ને એ રાહ થી મારી મંજીલ ભટકી ગયો
ના હવે કોઈ પગલાં એ રસ્તે દેખાયા મુજને
એક લીસોટો આછેરો "ભાવુ" દિલમાં રહી ગયો
ભાવના જાદવ(ભાવુ)