#પગલું
ક્યારેક ધીમું, ક્યારેક જડપી
એક પંખી આકાશમાં ઉડતું રહ્યું.
મધુર કલરવ, કડવો કંકાશ
એક પંખી કલબલ કરતું રહ્યું.
ચણ ચારો, પાણી કેરો
એક પંખી દાણો ગોતતું રહ્યું.
ઝાડવે માળો, પાળે તણખો
એક પંખી આશ્રો બનાવતું રહ્યું.
ડગલું ચાલી, પગલું જાલી
એક પંખી જીવન ગાળતું રહ્યું.