હું શબ્દ બની ને , રમતો જાઉં છું,
હું પડઘો બની ને, રમતો જાઉં છું;
વાત ગજબની છે, ગૂઢાર્થ માં ને,
ગૂઢતામાં કસીને ,ભમતો જાઉં છુ;
સ્પર્શ ગજબનો, સ્પંદિત પ્રાણનો,
ભાવશાહી હું , ભરતો જાઉં છું;
કારણો તો હોઇ શકે છે કાર્ય માં,
કામ હું કામનાથી, કરતો જાઉં છું;
જીંદગી છે થોડા , શ્વાસની અહીં,
પ્રેમ થી આનંદે, સરતો જાઉં છું;
=====================