લાગણીઓને લીપી બેઠો હું સંબંધોની ભીંતે,
માણસોએ જોયું બસ એમણી જ રીતે.
ઉપયોગીતાના જવાબ શોધ્યા ગણિતની રીતે,
આંખમાં સ્વાર્થ હોતાં લાગણી કેમ જીતે.
એક બીજાથી બધાને ભાગવું છે આગે,
મારો જ હોય માણસ તોય મારો ન લાગે.
લાગણીઓ આજ ડૂસકાં લેતી ભોંય પડી બેહાલે,
કોઈક તો હાથ ઝાલો તેનો ખોડંગાતી ભલે ચાલે.
લાગણી વિહીન જીંદગી કોરી સાવ ભાસે,
ઈશ્વર પણ જીવી રહ્યો એક લાગણી તણી આશે.
#લાગણીશીલ