શનિ ગુરૂની મહાયુતિ, આ વર્ષે નહીં જોયુ હોય તેવું જોવા મળશે મોટી ઘટનાઓ માટે રહેજો તૈયાર
30 માર્ચે ગુરૂએ મકર રાશિમાં પ્રવેશ કરીને શનિ સાથે યુતિ રચતા મોટા પરિવર્તનો થવાની જ્યોતિષીય સંકેત મળી રહ્યા છે. શનિ ગોચરમાં એક રાશિમાં અઢી વર્ષ રહે છે જ્યારે ગુરૂ એક રાશિમાં એક વર્ષ ગોચર કરે છે. આ મોટા ગ્રહ 20 વર્ષ પછી એક રાશિમાં આવીને મળ્યા છે. આ બંને ગ્રહોની યુતિ જ્યારે રચાઈ ત્યારે મોટા મોટા ઉથલ પાથલ થઇ છે. આ વર્ષે પણ આ યુતિ થતાં આવનારો સમય કેવો રહેશે જાણીએ.
શનિ ગુરૂનો સંયોગ અને બીજુ વિશ્વયુદ્ધ
છેલ્લા 100 વર્ષના ઇતિહાસ પર નજર કરીએ તો દ્વિતીય વિશ્વ યુદ્ધ 1941માં ગુરૂ-શનિની યુતિ વૃષભ રાશિમાં થઈ હતી તે સમયે જાપાને અમેરિકાના પર્લ હાર્બર પર હુમલો કર્યો હતો. ત્યારબાદ અમેરિકા સીધી રીતે યુદ્ધમાં ઉતરી પડ્યુ હતુ. જાપાન પર પરમાણુ બોમ્બ ફેંકીને જાપાનને ભારે નુકસાન કર્યુ હતુ. 20 વર્ષ પછી ફરી એકવાર ગુરૂ-શનિની યુતિ મકર રાશિમાં થઇ ત્યારે ક્યુબા મિસાઇલ સંકટના સમયે અમેરિકા અને તાત્કાલીક સોવિયત સંઘ વચ્ચે યુદ્ધ જેવા સંયોગ ઉભા થયા હતા.
ભારતે કરવો પડ્યો યુદ્ધનો સામનો
ભારતે ચીનને એ સમયે એક ભયાનક યુદ્ધનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ 1980-81માં ગુરૂ-શનિ મહાયુતિ કન્યા રાશિમાં થવાથી ઇરાન અને ઇરાક વચ્ચે ઘમાસાણ થતા લાખો લોકો મોતને ભેટ્યાં હતા. વર્ષ 2000-01માં ગુરૂ શનિની યુતિ વૃષભ રાશિમાં થતા અમેરિકાએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર હુમલા પછી વિશ્વમાં ઉથલપાથલ કરી દીધી હતી.
લોકોએ તબાહીનો એ દૃશ્યો જોયા હતો જે કોઈને હચમચાવી રાખી દીધા હતા. હવે ગુરૂ શનિની મહાયુતિ વખતે કોરોના સંકટ આવ્યુ છે. હાલ સમગ્ર વિશ્વ આ મહામારી સામે લડી રહ્યું છે.
ભારતે રહેવુ પડશે સાવધાન
મકર રાશિ ભારત અને ઉત્તર અને પશ્ચિમ ક્ષેત્ર પર વધારે પ્રભાવ પાડશે, કોરોના મહામારીને નિયંત્રિત કરવા આ ક્ષેત્રોમાં અશાંતિ ફેલાઈ શકે છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઇરાનમાં રાજનીતિક અસ્થિરતા ભારતને કષ્ટ દેનાર છે. મકર રાશિમાં ગુરૂ શનિનું ગોચર કાચા તેલ, સ્ટીલ, લોખંડનો ઉદ્યોગ, મશીન, વાહન નિર્માણમાં મંદી આવશે.