પ્રશ્ન
પહેલો એ સ્પર્શ,નજરથી નજરનો,
હૃદયના તાર ઝણઝણાવી ગયો.
બીજો મેળાપ,થયો જ્યારે હોઠથી,
અંતરમાં રોમ રોમ વ્યાપી ગયો.
ના એ કંઈ બોલ્યા,ના અમે કંઈ બોલ્યા,
મૌન બની સમય ક્ષણભર થંભી ગયો.
પાંપણ પહેલી,ઉઠાવે કોણ હવે,
"પ્રશ્ન" ઘણો ગંભીર થઈ ગયો.
મધમ મધમ,શ્વાસોનો વેગ,
બુંદ બની, લલાટે ઉભરાઈ ગયો.
પ્રણયની પહેલી,મુલાકાત જ હતી,
અજનબી એક પ્રેમના બંધનમાં બાંધી ગયો.