ના પુછ મને કોઈ #પ્રશ્ન ,
હું જવાબ દેવા ને હવે સક્ષમ નથી
તારી લાગણીઓ અને સંભાળ ની,
હવે લાગે છે મને કે હું લાયક નથી
નથી રહ્યું મારી પાસે એ રૂપ જેના પર તું ફિદા છે,
રહ્યું છે મારી પાસે આ કદરૂપ જેના થી તું ડરે છે
લાગે છે આ દુનિયાને ખળી છે સુંદરતા મારી
માટે જ આ તેજાબ ની બુંદો પડી છે ઉપર મારી
#सवाल તારેય છે સવાલ મારેય છે
પણ ફર્ક બસ એટલો જ છે કે
તારા સવાલ મારી સાથે છે અને મારા સવાલ એ ખુદા સાથે છે
તારા સવાલો નો જવાબ તો હું આપી દેશ
પણ
મારા #પ્રશ્ન નો જવાબ એ ઈશ્વર કયારે આપશે?
એ હેવાનો ને સજા પ્રભુ કયારે આપશે?
#પ્રશ્ન
#सवाल
- Moni patel