જિંદગી છે તો શ્વાસ અને આશ છે
શ્વાસે શ્વાસે આશ છે
સૌ જાણે કેટલી ગઈ ને કેટલી રહી
મળે મનખા નો મેળો
મળે ને ભળે મનેખ માં મનેખ
પલ પર ઢંગ બદલે જિંદગી
પલ પલ સંગ બદલે મનેખ
વહેતા સમય સાથે સમય નો ઢંગ પણ બદલાય
હશે જવા દો ને બધું હવે,
છેલ્લે સુધી ટકે છે શ્વાસ ને આશ માત્ર એકજ સંબંધે
જે લખાયો છે ઉપરથી ઋણાનુબંધે ...
© ફાલ્ગુની શાહ