ખરો બાપ..
"પપ્પા, હવે તો મને નીચે ઉતારો! આ જુઓ, તમારા પગ પણ લથડિયાં ખાય છે. તમે બહું જ થાકી ગયા છો. તમારો ખભો પણ નમી ગયો છે. લાવો, હું હવે થોડું ચાલી લઉં છું. મને કઈ નહીં થાય, પપ્પા."
"ના, દીકરા! તું ખભે જ બેસી રહે. અને હું થાક્યો નથી. આ તો રસ્તો જરા ખરબચડો છે માટે પગ લથડે છે."
- અશ્ક રેશમિયા...!