ચિત્ર પરથી માઈક્રોસ્ટોરી
શીર્ષક - "અજાણ્યો ડર"
ભારે વરસાદમાં પણ અનિલ અને સુધા એક છત્રીએ નિશાળે જવા નીકળ્યા. સુધા અનિલને ચીડવતી મંદ-મંદ હસી રહી હતી જે અનિલને નહોતું ગમતું અને તેના ચહેરા પર ચીંતાની રેખા વિજળીની જેમ ચમકતી હતી. બંને નિશાળે પહોંચ્યા તો ત્યાના પટાવાળાએ કહ્યું "ભારે વરસાદને કારણે આજે નિશાળે રજા છે" અને પછી અનિલ પણ સુધા સામે હસવા માંડે છે...
- સંકેત વ્યાસ (ઈશારો)
#ચિત્ર