માઈક્રોસ્ટોરી.....
શીર્ષક - "દરીયાઈ લૂંટારા"
"ચાર્લી શું કહેતો હોય છે કોઈ દિવસ તમે સાંભળ્યું છે ? હું એવું હરગીજ થવા દેવાનો નથી ભલેને એ માટે મારે સાત સમંદરનો પ્રવાસ ખેડવો પડે, હું ખેડીશ પણ એ જે કહે છે એતો નહીં જ થવા દઉં." સ્ટેફીને ગુસ્સાભરી નજરે રોબર્ટને કહ્યું.
રોબર્ટે પણ સાથ આપતા સ્ટેફીનને કહ્યું,"સાચી વાત છે એ કહેતો હોય છે એ વાત અવળી જ હોય છે આપણે એને સીધો જવાબ આપી દેવાનો, એ બહું ચાલાક સાગરખેડુ છે ગમે તે કરીને એને બસ ટાપુ પર હક જ જમાવવો છે, હું પણ તારી સાથે છું ચલ જોઈતો બધો સામાન વહાણે ભરી એની સામે બાથ ભીડવા નીકળી પડીએ" એમ કહીને રોબર્ટ વહાણથી ઉતરી સામાન એકઠો કરવા માંડે છે. એ સામાન એકઠો કરતો હોય છે ત્યારે જ અચાનક વહાણનું લંગર ખેંચાઈ જાય છે અને વહાણ દરીયામાં તણાવા માંડે છે, રોબર્ટ જુએ છે તો સ્ટેફીન શીપવ્હીલ પકડીને ઉભો છે અને દુરબીનથી દુરથી આવતા વહાણને દેખી રહ્યો છે.....
- સંકેત વ્યાસ (ઈશારો)