#ચિત્ર
વર્ષો પહેલાં ડાયરીમાં છુંપાડ્યું હતું મળીને એક ચિત્ર,
બાળપણમાં ચોકલેટની સાક્ષીએ બંધાણાતા બે મિત્ર.
માતૃભારતીના સંગાથે ફરી યાદ આવ્યું બાળપણ નું ચિત્ર,
રંગ નોહોતા રંગ્યા છતાં આપ મેળે ચડેલા રંગ જડ્યા મિત્ર.
રમવાના અને મળવાના બનાવ્યા હતા બાહના વિચિત્ર,
રમતા રમતા બન્યા હતા નિસ્વાર્થ ભાવે નાનપણમાં મિત્ર.
હળીમળી એકબીજાના પૂરા કરતા ચિત્રકલાના ચિત્ર,
સમય ના અભાવમાં આજે જીવન અધુરુ રહે છે મિત્ર.
કુદરતે ઘડ્યું બાળપણમાં હરેક પળ લીલુંછમ ચિત્ર,
સુખ દુઃખ વેહચી સંગની મજબૂત જાળ ગુંથી મિત્ર.
સાચવી રાખ્યું આ અજાણ્યા થી જાણીતા બન્યાંનું ચિત્ર,
સ્વર્ગથી અદભુત નવરાશ માં યાદ કરી આનંદ માણતા મિત્ર.