જંતુ....
ગુંજતી ગલીઓ હવે સુમસાન લાગે છે,
ને માણસ માણસના જ સ્પર્શથી ભાગે છે !
શહેર-નગર-દુનિયા ને ખાલીપો ચઢ્યો !
ટોળાંનો માણસ એને ઓરડામાં ટાંગે છે !
એક જંતુ ની તાકાત તો જુઓ સાહેબ,
કે જગત આખુંય હવે ભયમાં જાગે છે !
સંક્રમણ કે આક્રમણ, લાગશે તો ચેપ જ,
તન-મનમાં પ્રવેશ એ પૂછીને ક્યાં માંગે છે ?
આ તાળાબંધી પણ એક વાત શીખવી ગઈ,
કે ઘરને જીવવાથી જ, એ ઘર જેવું લાગે છે !
@ મેહૂલ ઓઝા