“अपनी मरजी से चार कदम तो चलने दे ए जिंदगी,
हम तेरी मरजी पे चले है बरसो!"
નેટફલીક્સ પર હાલ જ પૂરી કરી. એક સુંદર મારા ટેસ્ટની ફિલ્મ!
“The dark side of life: Mumbai City"
દરેક વખતે આત્મહત્યા કરવી એ જ આખરી ઉપાય નથી હોતો, શું ખબર એ તમારી પરિક્ષા હોય અને જો એમાંથી બચી જાઓ પછી નિયતિ તમારા ઉપર મહેરબાન થવાની હોય! જીવનમાં હાર ભલે થાય જીવનથી હાર ના માનો. કયારેક જીતી પણ શકશો એ શક્યતા ઊભી કરવા માટે પણ સૌથી મોટી શરત છે, જીવતા રહેવું!
સંવેદનશીલ માણસોએ જોવા જેવી ફિલ્મ. કોઈ મોટું રહસ્ય કે સસ્પેન્સ નથી ફિલ્મમાં, શરૂઆતથી જ ખબર પડી જાય છે કે અંતમાં શું થશે અને છતાંય અંત સુધી ફિલ્મ જોવી ગમે છે. આ જિંદગી ઓછી રહસ્યમય છે?
કયારેક એવું થાય કે જેની ઉપર વરસોથી વિશ્વાસ રાખતા હોઈએ એ તમારો વિશ્વાસ તોડે અને જેની પાસેથી કોઈ અપેક્ષા રાખવાનું વિચાર્યુ પણ ના હોય એવા લોકો તમને જીવનમાં વિશ્વાસના પાઠ ભણાવી જાય!
- નિયતી કાપડિયા.