ભટકી ભટકીને તું ક્યાં જઈશ કોરોના,
ક્યાં ક્યાં રસ્તે તું આગળ વધીશ,
હવે તો તું અટકી જા, થોડો સમય તો થંભી જા,
તારે વળી યમ નું રૂપ ધારણ કરવાની કેમ પડી ફરજ?
ભાઈ કોરોના એકસાથે અનેક સ્થળે પહોંચી ગયો,
ઘર પરિવાર ને દેશને આખેઆખો તું ભરખી ગયો .
અલ્યા કોરોના!!! તને શું ખબર આ શ્વાસ ની કિંમત,
તે તો સમય ને પણ થંભાવી દીધો આ અહંકારી જગતમાં.
ચાલ્યો જા તું!!! નથી ચાહતું કોઈ અહિયાં તને,
ના કદી ચાહી પણ શકે , તો પછી સિદને પડ્યો રહ્યો.
જા જટ કર કોરોના , ક્યાંય ના જઈશ ને ધરતીમાં જ સમાયજા,
આ માનવી ને તું ઓળખતો નથી શોધશે દવા ને કરશે તને ભોંયભેગો.
રુપ ✍️ 24/3/20
#ભટકવુ