#My Dear NighT Skÿ
એક વાત કઉ..?
હજું Just ઉઠ્યાની સાથે જ ફોન લીધો મે હાથ માં ને ખબર નઈ કેમ..?!
એવું લાગ્યું જાણે આ આંખમાંથી તારી યાદ સરી ગઈ પણ મને ગમ્યું હો..,
એ વિચારીને કે મારી સવાર આટલી સરસ થઈ Like as usual so વિચાર આખો દિવસ કેવો ધોધમાર જશે નઈ..!
ખરેખર યાર..! એ વિચારમાં તાડવું મને ગમે છે..।
આ આપણી તશવીરો ને હા એટલે હવે આંખના નંબર ના લીધે થોડી ધૂંધળી દેખાય છે પણ તાકવી મને ગમે છે..,
એ વખત વિત્યાનેંય વાણા વઇ ગ્યાં કેટલાય છતાય ક્યાંક થી આવી ચડેલી કોઈ વિસાદની વાદળી જેમ વરસી પડેને અનરાધાર સાવ એમ જ એ જીવતરમાં ડોકિયું કરી અનરાધાર સરી પડવું મને ગમે છે..,
હા..,કદાચ તને યાદ નઇ હોય પણ આજ એકલા અટૂલા સાથે મારી આ તારી તે ન સાચવેલી ને મેં સંઘરેલી યાદમાં ઢળી પડેલી ખુલ્લી આંખે સવાર સુધી મ્હાલવું મને ગમે છે..,
અરે ના ના..,
નથી લાગ્યું મારું એકાંત કદી એકલું અહીં સુધી ના સફર માં આ તો Just એમજ વ્હાતા પવનમાં કોઈ શિયાળાની વ્હેલી સવારે એ પર્ણ પર બાજી ગયેલી ઝાંકળની જેમ સોંસરવું તારી યાદ માં ઓંસરવુ મને ગમે છે..,
હા..,હમણાં જ Ready થતી વખતે અરીસામાં જોતો હતો એક નજરે નીરખી ને તારી આંખોથી ખુદને ખુદા કસમ
તને ખબર છે..! તને ખબર છે..!
તારો પડછાયો મને આગળથી બાથ ભીડી એકદમ કસીને વળગી રહી હોય એમ જાણે શાયદ એવું અનુભવ્યું મેં બસ અળગા થવાનું જ ના હોય પણ..,
હા..,અનુભૂતિ વખતે મારી આંખોના ખૂણા છલકાયા પેલા ઝરમર આવતા વરસાદ ની સાથે કડકભુસ થઈને વિજળી પડ્યાની ધટનાની જેમ..,
ત્યાજ થંડા નિસાસા સાથે ઝાકળ પાંપણ ની બારીમાંથી ડોકિયું કરવા આવતી જ હતી ત્યાં જ તેને મેં ખૂદ ને પંપાળી સહજ સ્મિત કરી અરીસામાં મને કોઈ નાજુક નમણી પેલા નાગરવેલની વ્હેલની જેમ ફરીથી વિંટળાઈ ગઇ હા..,I knew that કે આ ફક્ત યાદોજ છેં તારી પણ ફંફોળી એ સંભારણાંમાં મળવું મને ગમે છે..।
તને ખબર છે..! અહિંયા બઊં એટલે બઊં જ Miss કરું છું #પાગલ તને ખુશ છું મારી સાથે આખી રાત આ #My Dear Night Sky અને હું એટલે કે તું નો સથવારો મને ગમે છે..।
#તું ને તારી યાદો
Insta @શબ્દો નો શુભઆરંભ
Insta @mysterious_madhav