માણસ હવે સમજી જા સાનમાં,
ચકલીઓ નથી આવતી મકાનમાં.
ચીં ચીં ચીંનો મધુરો આવજ,
નથી ગુંજતો હવે કાનમાં.
એથી વધુ શું હોય શકે દુઃખદ,
છે કોઈ આવી ઘટનાઓ ધ્યાનમાં.
બાંધવા મંડ્યો કોન્ક્રીટના જંગલો,
નથી રહ્યો તું જરાયે ભાનમાં.
ઉડી જશે તારા તણખલાઓ,
કુદરતના ભયંકર તોફાનમાં.
અંત આવતો જશે નિકટ ઝડપથી,
નહીં ઝૂકે જો કુદરતના સન્માનમાં.
શ્રેયસ ત્રિવેદી
વિશ્વ ચકલી દિવસે ચકલીઓ જ નહીં અન્ય પશુ પક્ષીઓ તથા કુદરતને બચાવવા નક્કર પગલું ભરવું એવો સંકલ્પ લેવો જરૂરી છે. નહિતર મોડું થઈ જશે એ નક્કી છે.