#આદર
દીકરી વહાલનું વહેણ વહાવતી
યુવતી સુંદર સપના સેવતી
વહુ ઘરરૂપી વહાણને કીનારે લઈ જતી
પત્ની અખૂટ પ્રેમ નો પર્યાય
માની મમતા જડે ન જગમાં
સાસુના સહવાસનો સંસારમાં જડે નહિ જોટો
દાદીએ દીધી દુલારાઓને ખાનદાની
પોતાની જાતથી જીતનારી નારી
પરિવારને એક કરનાર નારી
પરિવારનો આધાર નારી
એક સ્ત્રીના જૂજવા રુપ
ક્યારેક તે કલ્યાણી ક્યારેક તે જગત જનની
ક્યારેક તે લક્ષ્મી ક્યારેક તે રણચંડી મહાકાલી
નારી થી દુનિયા સુંદર
સાચા હૃદયથી કરો આદર