મકાન છોડી મહેલોમાં વસતા થયા છે,
આંગણા છોડી બાલકનીમાં બેસતા થયા છે,
ગામડાના લોકો શહેરોમાં વસતા થયા છે.
.
તહેવારોમાં એકબીજાને મળી અપાતા ભેટો,
હવે ઓનલાઈન ગિફ્ટો મોકલતાં થયા છે,
ગામડાના લોકો શહેરોમાં વસતા થયા છે.
.
આવો,પધારોના પાટીયા ઉતારી નાખ્યા છે,
હવે "પુછ્યા વગર પ્રવેશવું નહિં"લખતાં થયા છે.
ગામડાના લોકો શહેરોમાં વસતા થયા છે.
.
મસ્ત મજાના આંબાની ડાળે હિંસકતા,
લોકો હવે ઘરમાં ઝુલ્લે લટકતા થયા છે,
ગામડાના લોકો શહેરોમાં વસતા થયા છે.
.
આદર-સત્કાર હવે ખોખલા થયા છે,
રિસ્પેકટના નામે સોરી બોલતા થયા છે.
ગામડાના લોકો શહેરોમાં વસતા થયા છે.
.
તા.20/03/2020 -© ભરત રબારી
વાર :- શુક્રવાર (માંગરોળ, જી. જુનાગઢ)
#આદર