#સૂર્ય ...!!!
સૂર્ય શું કરે..?
જ્યાં,
રોશની માટે પણ અંધકારનું રોકાણ કરવું પડે...!!!
નહીં તો અમસ્તાં જ,
રાત્રિનું નિર્માણ નહીં થતું હોય.
સૂરજ ને પામવા,
મથવું પડશે રાતભર...
અને હા;
દરેક સૂરજનાં પછવાડે
નિશા અચૂક નિશાન તાંકીને બેઠી હશે.
સુરજ ને પકડીને,
રઢિયાળી રાતને પડકારી નહીં શકે.
ભીતરની ભીનાશથી પામશે
તું...
સલૂણી સંધ્યા...
સૂરજની ઓથે...!!!
-હર્ષદ પટેલ